મકાન જોવા ગયેલા દંપતી પર પિટબુલનો ઘાતક હુમલો
મકાન જોવા ગયેલા દંપતી પર પિટબુલનો ઘાતક હુમલો
Published on: 13th August, 2026

પટિયાલાના ઘુમ્મન નગર વિસ્તારમાં ભાડાનું મકાન જોવા ગયેલા દંપતી પર પાળેલા પિટબુલ શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં મહિલાની ગંભીર સર્જરી કરવી પડી છે અને પતિના શરીર પર અનેક ટાંકા આવ્યા છે. આ ઘટનાનો સીસીટીવી વીડિયો વાઇરલ થયા બાદ મેયરે આક્રમક શ્વાનો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. પીડિત અંકિત સભરવાલે જણાવ્યું હતું કે શ્વાને પહેલા તેની પત્ની શેફાલીને નિશાન બનાવી હતી, જેના કારણે તેના બંને હાથ અને જાંઘ પર ગંભીર ઈજાઓ થઈ હતી. અંકિતે પોતાની પત્નીને બચાવવા માટે શ્વાનનો સામનો કર્યો, જેના કારણે તેના શરીર પર ઊંડા ઘા પડ્યા અનેક જગ્યાએ ટાંકા આવ્યા છે.