અમેરિકાના સંરક્ષણ મંત્રીની ઈરાનને ધમકી: 'એક પણ ઓઈલ જહાજ નહીં બચે'
અમેરિકાના સંરક્ષણ મંત્રીની ઈરાનને ધમકી: 'એક પણ ઓઈલ જહાજ નહીં બચે'
Published on: 06th September, 2026

હોર્મુઝમાં ઈરાન સાથેના વધતા તણાવ વચ્ચે, US Defence Secretary Pete Hegseth એ તહેરાનને સ્પષ્ટ ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે જો ઈરાન અમેરિકી નૌકાદળના જહાજો પર હુમલો કરશે, તો અમેરિકા ઈરાનના તમામ ઓઈલ ટેન્કરોને નષ્ટ કરી દેશે. આ નિવેદન અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપરના એવા નિવેદન બાદ આવ્યું છે કે ઈરાને તેની આર્થિક કિંમત ચૂકવવી પડશે. તાજેતરમાં ત્રણ ઈરાની ઓઈલ ટેન્કરો પર અમેરિકી હુમલા બાદ આ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.