ધર્મેન્દ્ર પ્રધાન બાદ રાજ્યોમાં શિક્ષણ મંત્રીઓ રાજીનામાની માંગ
ધર્મેન્દ્ર પ્રધાન બાદ રાજ્યોમાં શિક્ષણ મંત્રીઓ રાજીનામાની માંગ
Published on: 27th July, 2026

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ બાદ, હવે દેશભરના વિવિધ રાજ્યોમાં પણ પેપર લીક અને ભરતી ગેરરીતિઓ સામે રાજકારણ ગરમાયું છે. વિદ્યાર્થી સંગઠનો અને વિપક્ષો ઝારખંડ, પંજાબ, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના શિક્ષણ મંત્રીઓ પાસે રાજીનામાંની માગ કરી રહ્યા છે. લખનઉ સહિત અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પંજાબમાં ફાર્મસી ઓફિસર અને ADO ભરતીમાં થયેલી ગેરરીતિઓના આરોપો, આંધ્ર પ્રદેશમાં DSC ભરતીમાં ગેરરીતિઓ, અને તેલંગાણામાં ટ્યુશન ફી રી-ઇમ્બર્સમેન્ટ મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.