દેવગઢમાં આદિવાસીઓએ નાંદરવા દેવ અને વનઔષધિઓનું પરંપરાગત પૂજન કર્યું
દેવગઢમાં આદિવાસીઓએ નાંદરવા દેવ અને વનઔષધિઓનું પરંપરાગત પૂજન કર્યું
Published on: 13th July, 2026

માંડવીના દેવગઢ ગામમાં રવિવારે 'નાંદરવા દેવ'ની પરંપરાગત પૂજા ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ. આદિવાસી સંસ્કૃતિમાં પ્રકૃતિના તત્વોને પૂજનીય માનવામાં આવે છે. ચોમાસા બાદ ઉગતા નવા ઘાસને 'નાંદુરવ' કહી દેવ સ્વરૂપે પૂજવામાં આવે છે. આ પૂજા દ્વારા સારા વરસાદ, મબલખ પાક અને પશુ-પરિવારોની તંદુરસ્તીની સામૂહિક પ્રાર્થના કરાઈ. પરંપરાગત વનઔષધિઓનું પણ પૂજન કરાયું, જેથી પશુઓ રોગમુક્ત રહે. પૂજા બાદ ગ્રામજનોએ સામૂહિક વૃક્ષારોપણ કર્યું.