ગુજરાતમાં દારૂ પીને થતી મારામારીના રોજના 300થી વધુ કેસ
ગુજરાતમાં દારૂ પીને થતી મારામારીના રોજના 300થી વધુ કેસ
Published on: 13th July, 2026

ગુજરાત રાજ્યમાં કડક દારૂબંધી હોવા છતાં, દારૂ પીને થતી મારામારીના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. છેલ્લા 10 મહિનામાં આવા 93,746 કેસ નોંધાયા છે, જેનો અર્થ છે કે દરરોજ સરેરાશ 300 કેસ સામે આવે છે. આ મારામારીના કેસ પોલીસ ઈમરજન્સી '112' પર નોંધાતા કુલ કિસ્સાઓમાં ત્રીજા ક્રમે છે, જે ચોરી, રોડ એક્સિડેન્ટ અને અન્ય ગુનાઓ કરતાં વધુ છે. 1 સપ્ટેમ્બર 2025 થી 30 જૂન 2026 દરમિયાન, મારામારી અને જાહેરમાં તકરારના કુલ 1.52 લાખ અને 1.35 લાખ કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 1.91 લાખ પોલીસ ઈમરજન્સી કોલ્સ નોંધાયા છે, જેમાં દારૂના કેસનું પ્રમાણ નોંધપાત્ર છે.