વિરમગામના ભોજવામાં 200 વર્ષ જૂની પારંપારિક દોડ સ્પર્ધા રક્ષાબંધન પર્વે યોજાઈ
વિરમગામના ભોજવામાં 200 વર્ષ જૂની પારંપારિક દોડ સ્પર્ધા રક્ષાબંધન પર્વે યોજાઈ
Published on: 02nd September, 2026

વિરમગામ નજીક આવેલા ભોજવા ગામમાં રક્ષાબંધનના પવિત્ર અવસરે 200 વર્ષ જૂની પારંપારિક બળેવ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધા ગામની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાનો એક ઉત્તમ પ્રયાસ છે. ખેતી ધરાવતા મહેનતુ સમાજ દ્વારા આયોજિત આ દોડમાં, સ્વૈચ્છિક રીતે ભાગ લેનાર ચાર યુવાનો વચ્ચે 200 મીટરની સ્પર્ધા યોજાઈ. વિજેતાને હાથ બનાવટનું પ્રતીક હળ, સુખડી પ્રસાદ અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા. આ વર્ષે વિજય જીલુભાઈ ભોજવિયા વિજેતા બન્યા.