વડોદરાના મકરપુરામાં કાર પાણીમાં ફસાઈ
વડોદરાના મકરપુરામાં કાર પાણીમાં ફસાઈ
Published on: 01st August, 2026

શુક્રવારે વહેલી સવારે થયેલા ભારે વરસાદને કારણે મકરપુરામાં મેઘા મેડિકલ સ્ટોર નજીક પાણી ભરાતા એક કાર ફસાઈ ગઈ હતી. નોકરીની શિફ્ટ પૂરી કરી ઘરે જતા સુમિત શર્મા અને તેમના સહકર્મી કારમાં ફસાઈ ગયા હતા. કાર વોટરલોક થઈ ગઈ હતી અને દરવાજા પણ લોક થઈ ગયા હતા. ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડની ટીમે ટ્રેક્ટરની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢી બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.