ડભોઇના ચાંદોદ તીર્થધામમાં નર્મદા નદીના જળસ્તરમાં ભયજનક વધારો
ડભોઇના ચાંદોદ તીર્થધામમાં નર્મદા નદીના જળસ્તરમાં ભયજનક વધારો
Published on: 01st August, 2026

ડભોઇ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા નદીના જળપ્રવાહમાં અચાનક વધારો જોવા મળ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં થયેલા વરસાદને કારણે ઓરસંગ નદી અને તિલકવાડા તથા નર્મદા કાંઠાના ઉપરવાસના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદથી મેણ નદીનો ધસમસતો પ્રવાહ પણ નર્મદાજીમાં ભળી રહ્યો છે. પ્રથમવાર આટલી વિપુલ પ્રમાણમાં પાણીની આવક જોવા મળે છે. જો પાણીની આવક ચાલુ રહેશે તો નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળશે, જેના રમણીય દ્રશ્યો નિહાળવા લોકોમાં ઉત્સાહ છે.