લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી
લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી
Published on: 27th July, 2026

ગુજરાતના પ્રસિદ્ધ લોક સાહિત્યકાર હકાભા ગઢવી એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા છે. હિંગળાજ માતાજીના દર્શન કરીને પરત ફરતી વખતે, સુરેન્દ્રનગર જિલ્લામાં તેમની કાર અચાનક રસ્તા પર આવેલા સાપને બચાવવાના પ્રયાસમાં નિયંત્રણ ગુમાવી બેઠી અને પાણીના ખાડામાં ખાબકી. સદનસીબે, પાછળ આવી રહેલા મિત્રોની સમયસૂચકતા અને ત્વરિત કાર્યવાહીને કારણે હકાભા ગઢવી કોઈપણ ઈજા વિના સલામત રીતે બહાર આવી શક્યા. આ ઘટનાથી તેમના ચાહકો અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.