ગુજરાતમાં રેડ એલર્ટ: 10 જિલ્લામાં સ્કૂલો-કોલેજોમાં રજા
ગુજરાતમાં રેડ એલર્ટ: 10 જિલ્લામાં સ્કૂલો-કોલેજોમાં રજા
Published on: 01st August, 2026

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ, રાજકોટ સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. અનેક જિલ્લાઓમાં સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. સુરતના અંબિકા તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. અનેક નદીઓ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધી વરસાદને કારણે કેટલાક લોકોના મોત પણ થયા છે.