ગુજરાતમાં સિઝનનો 84% વરસાદ
ગુજરાતમાં સિઝનનો 84% વરસાદ
Published on: 16th September, 2026

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાતાં સીઝનનો સરેરાશ વરસાદ 84.38 ટકા થયો છે. જોકે, 42 તાલુકાઓમાં હજુ 50% થી 95% સુધીની ઘટ વર્તાઈ રહી છે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની મોટી અછત છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ છે, જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં વરસાદ ખૂબ ઓછો થયો છે. બીજી તરફ, 5 જ તાલુકાઓમાં 100% થી વધુ વરસાદ નોંધાયો છે. ખેડૂતો ચોમાસુ પાકને થયેલા નુકસાન અને ઘાસચારાની તંગીથી ચિંતિત છે. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.