અમદાવાદના 21 વિસ્તારોમાં 20 ઈંચથી વધુ વરસાદ
અમદાવાદના 21 વિસ્તારોમાં 20 ઈંચથી વધુ વરસાદ
Published on: 27th July, 2026

અમદાવાદ શહેરમાં સિઝનનો સરેરાશ 19.19 ઈંચ વરસાદ નોંધાયો છે, જે 53.31 ટકા છે. શહેરના 21 વિસ્તારોમાં 20 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે, જેમાં અર્બન હેલ્થ, સરખેજ અને બોપાલ જેવા વિસ્તારોમાં 27 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે. આજથી ચાર દિવસ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદ પડશે. 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ ભારે વરસાદની સંભાવના છે.