ગુજરાતમાં 28 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ
ગુજરાતમાં 28 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ
Published on: 27th July, 2026

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સરેરાશ 54% એટલે કે 19.20 ઈંચ વરસાદ થયો છે, જેમાં જુલાઈ મહિનામાં જ 18 ઈંચ જેટલો સમાવેશ થાય છે. રાજ્યના 28 તાલુકાઓમાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે 19 તાલુકામાં 5 ઈંચથી ઓછો વરસાદ થયો છે. વલસાડના કપરાડા તાલુકામાં સૌથી વધુ 111 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછો 1.40 ઈંચ વરસાદ નોંધાયો છે. આંકડા મુજબ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 47 ઈંચ અને કચ્છમાં સૌથી ઓછો 3.70 ઈંચ વરસાદ થયો છે.