ગુજરાતમાં રેડ એલર્ટ નહીં, અમદાવાદ સહિત 6 જિલ્લામાં ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
ગુજરાતમાં રેડ એલર્ટ નહીં, અમદાવાદ સહિત 6 જિલ્લામાં ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Published on: 27th July, 2026

ગુજરાતના હવામાન વિભાગના તાજા અપડેટ મુજબ, રાજ્યમાં હવે ક્યાંય પણ રેડ એલર્ટ નથી. જોકે, મધ્ય અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ગાંધીનગર અને ખેડા એમ 6 જિલ્લાઓમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. પાટણ, મહેસાણા જેવા અનેક જિલ્લાઓમાં 'યેલો એલર્ટ' રહેશે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે.