પંચમહાલના બોડેલીમાં મેઘતાંડવ, બે કલાકમાં ચાર ઈંચ વરસાદે સર્જ્યો હાહાકાર
પંચમહાલના બોડેલીમાં મેઘતાંડવ, બે કલાકમાં ચાર ઈંચ વરસાદે સર્જ્યો હાહાકાર
Published on: 01st August, 2026

બોડેલીમાં શુક્રવારે સાંજે માત્ર બે કલાકમાં 4 ઈંચ વરસાદ વરસતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું. મુખ્ય માર્ગો, બજાર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો. દિવાન ફ્ળિયા અને રજાનગર જેવા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ફસાયા. NDRFની ટીમે 27 લોકોને રેસ્ક્યૂ કર્યા અને અન્ય પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા. વહીવટી તંત્રે સાવચેતી રાખવા અને સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. બચાવ કામગીરી ચાલુ છે.