ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય
Published on: 10th September, 2026

ગુજરાતમાં વરસાદની ઘટ વચ્ચે રાહતના સમાચાર છે. આગામી 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં ગુજરાતમાં ત્રણ સિસ્ટમો એકસાથે સક્રિય થશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, તેમજ અમદાવાદ, ભાવનગર, રાજકોટ સહિત 21 થી 18 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.