વડોદરાના સાવલી નગરમાં મોડીસાંજે દોઢ ઇંચ વરસાદ
વડોદરાના સાવલી નગરમાં મોડીસાંજે દોઢ ઇંચ વરસાદ
Published on: 01st August, 2026

સાવલી નગરમાં આજે સાંજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ ઠેરઠેર પાણી ભરાયા હતા. માત્ર 35 મીમી વરસાદમાં પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની નિષ્ફળતા સ્પષ્ટ દેખાઈ હતી. પોલીસ સ્ટેશન-જન્મોત્રી હોસ્પિટલ માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાતાં રાહદારીઓ અને દર્દીઓને ભારે હાલાકી પડી હતી. જશોદાનગર ચોકડી, ગોકુળ વાટીકા, પોલીસ મથકથી સાવલી હાઇસ્કુલ રોડ, જૂની શાકમાર્કેટ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જો 8-10 ઇંચ વરસાદ પડે તો નગરની સ્થિતિ શું થશે, તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.