સંખેડા તાલુકામાં સવારે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
સંખેડા તાલુકામાં સવારે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
Published on: 01st August, 2026

સંખેડા તાલુકામાં વહેલી સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે છીપવાડમાં એક ખાલી મકાન ધરાશાયી થયું, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. હેરણ અને ઉચ્છ નદીઓમાં પાણીની ભારે આવક થતાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. તાલુકા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવ્યું હતું અને સંખેડા મામલતદારે સ્થળ નિરીક્ષણ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.