પંચમહાલ ધો.10 પરિણામ 2.82% વધ્યું, છતાં રાજ્યમાં છેલ્લું.
પંચમહાલ ધો.10 પરિણામ 2.82% વધ્યું, છતાં રાજ્યમાં છેલ્લું.
Published on: 07th May, 2026

પંચમહાલ જિલ્લાનું ધોરણ 10 નું પરિણામ 76.42% આવ્યું છે, જે ગત વર્ષ કરતાં 2.82% વધારે છે. A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 229 થી વધી 350 થઈ છે. A2 થી D ગ્રેડ સુધીના તમામ સ્તરે સુધારો જોવા મળ્યો છે. તેમ છતાં, રાજ્યમાં જિલ્લો છેલ્લા ક્રમે રહ્યો છે. કાલોલ કેન્દ્ર 93.27% સાથે પ્રથમ, જ્યારે ખોજલવાસા 48.48% સાથે સૌથી પાછળ રહ્યું છે. 100% પરિણામ વાળી શાળાઓ 22 થી વધી 26 થઈ છે, જ્યારે 0% પરિણામ વાળી શાળાઓ 7 થી ઘટી 4 થઈ છે.