સુરતના ફૈજલ ફટ્ટા હત્યા કેસના 4 મુખ્ય આરોપી ઝડપાયા
સુરતના ફૈજલ ફટ્ટા હત્યા કેસના 4 મુખ્ય આરોપી ઝડપાયા
Published on: 02nd September, 2026

સુરતમાં જીલાણી બ્રિજ પર ફૈજલ ફટ્ટાની થયેલી દિનદહાડે હત્યા બાદ ભારે અરેરાટી ફેલાઈ હતી. ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી. પોલીસ તપાસમાં 10 લાખની સોપારી આપી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું. મુખ્ય સૂત્રધાર મુબારક ઉર્ફે મુબો મજીદ પટેલે અભિષેક અને વસીમને હત્યા માટે સોપારી આપી હતી, જેમાં 1 લાખ એડવાન્સ અપાયા હતા. આરોપીઓએ ફૈજલની રેકી કરી, ત્યારબાદ મોપેડ રોકી ચપ્પાના ઘા મારી હત્યા કરી નાસી છૂટ્યા હતા. 15 ટીમોની રચના કરી મુંબઈ હાઈવે પરથી 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ વોન્ટેડ છે.