નિકોલ લોક દરબારમાં પ્રશ્નો પૂછવા દેવા મુદ્દે ભારે હોબાળો
નિકોલ લોક દરબારમાં પ્રશ્નો પૂછવા દેવા મુદ્દે ભારે હોબાળો
Published on: 02nd September, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિકોલ વોર્ડમાં યોજાયેલા લોક દરબારમાં નાગરિકો રોડ, પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ અને દબાણ જેવા મુદ્દાઓ પર પ્રશ્નો પૂછવા પહોંચ્યા હતા. જોકે, કાર્યક્રમ દરમિયાન માત્ર ચોક્કસ લોકોને જ પ્રશ્નો પૂછવાની મંજૂરી અપાતા કેટલાક નાગરિકો ઉગ્ર બન્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. લારી-ગલ્લા અને શાકમાર્કેટના દબાણ, ખાણીપીણીના પ્લોટોમાંથી થતું ન્યુસન્સ અને આવાસ યોજનાના મકાનોમાં ભાડૂઆત હોવાના ગંભીર આક્ષેપો પણ સ્થાનિકોએ કર્યા હતા. સ્થિતિને થાળે પાડવા ભાજપના હોદ્દેદારોને સ્ટેજ પરથી નીચે આવી નાગરિકોને સમજાવવા પડ્યા હતા. મેયરે સમસ્યાઓના ઝડપી નિરાકરણની ખાતરી આપી હતી.