અમદાવાદમાં બોગસ રાજકીય પક્ષનું કૌભાંડ
અમદાવાદમાં બોગસ રાજકીય પક્ષનું કૌભાંડ
Published on: 26th September, 2026

અમદાવાદમાં 'સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી' નામના એક અપ્રમાણિત રાજકીય પક્ષ (RUPP) દ્વારા રૂ. 519 કરોડના બોગસ ડોનેશન મેળવી રૂ. 155 કરોડની કરચોરી આચરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર ખાતે આયકર ભવનના આસિસ્ટન્ટ ડિરેક્ટરની ફરિયાદ પર ગુનો નોંધાયો છે. આ પાર્ટીનું નરોડા રોડ પર દર્શાવેલ સરનામે કોઈ વાસ્તવિક અસ્તિત્વ નહોતું. ટેક્સ ચોરી અને કમિશન કમાવવાના હેતુથી આ ષડયંત્ર રચાયું હતું. મોટા કરદાતાઓ પાસેથી મેળવેલા દાન પર 100% મુક્તિ અપાવી, બાદમાં 'જય ટ્રેડિંગ કંપની' નામની શેલ પેઢીમાં નાણાં ટ્રાન્સફર કરી રોકડ ઉપાડવામાં આવતી હતી.