GSRTCની અમદાવાદથી ઉજ્જૈન અને શિરડી માટે નવી AC લક્ઝરી બસ શરૂ
GSRTCની અમદાવાદથી ઉજ્જૈન અને શિરડી માટે નવી AC લક્ઝરી બસ શરૂ
Published on: 26th September, 2026

મધ્યપ્રદેશના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ અને મુસાફરોની સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અમદાવાદથી ઉજ્જૈન માટે નવી AC લક્ઝરી બસ સેવાનો પ્રારંભ કરાયો છે. આ ઉપરાંત, સાઈભક્તો માટે પણ અમદાવાદથી શિરડી રૂટ પર નવી AC બસ સેવા શરૂ કરાઈ છે. ઉજ્જૈન રૂટ પર પણ બસ શરૂ કરાઈ છે. શિરડી માટે બસ દરરોજ સવારે 7 વાગ્યે નહેરુનગરથી ઉપડશે અને ભાડું આશરે 1289 રૂપિયા છે. બુકિંગ GSRTCની વેબસાઇટ, એપ કે બસ સ્ટેન્ડ પરથી કરી શકાશે.