વડોદરામાં ૧૬,૦૦૦થી વધુ શ્રીજી પ્રતિમાઓનું ભાવપૂર્વક વિસર્જન
વડોદરામાં ૧૬,૦૦૦થી વધુ શ્રીજી પ્રતિમાઓનું ભાવપૂર્વક વિસર્જન
Published on: 26th September, 2026

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના ૧૨ સ્થળોએ તૈયાર કરાયેલા કૃત્રિમ અને કુદરતી તળાવોમાં ગણેશોત્સવ બાદ શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું. વહેલી સવાર સુધીમાં અંદાજે ૧૬,૦૦૦ નાની-મોટી પ્રતિમાઓનું વિસર્જન પૂર્ણ થયું. ડીજે, ઢોલ-નગારા અને 'ગણપતિ બાપ્પા મોરિયા'ના જયઘોષ સાથે ભક્તોએ ભવ્ય વિદાય આપી. વિવિધ ઝોનમાં નિર્ધારિત સ્થળોએ વિસર્જનની કામગીરી સંપન્ન થતાં ભક્તોમાં ભાવુક માહોલ જોવા મળ્યો અને 'અગલે બરસ તું જલ્દી આના'ના નારા સાથે આરાધ્ય દેવને વિદાય અપાઈ.