વડોદરાના પ્રતાપનગર બ્રિજ નીચે સિમેન્ટ ભરેલી ટ્રકનું ટાયર બે ફૂટ જમીનમાં ખૂંપી જતાં ટ્રાફિક જામ
વડોદરાના પ્રતાપનગર બ્રિજ નીચે સિમેન્ટ ભરેલી ટ્રકનું ટાયર બે ફૂટ જમીનમાં ખૂંપી જતાં ટ્રાફિક જામ
Published on: 26th September, 2026

વડોદરાના પ્રતાપનગર બ્રિજ નીચેથી પસાર થઈ રહેલી સિમેન્ટ ભરેલી ટ્રકનું પાછળનું ટાયર અચાનક રસ્તામાં અંદાજે બે ફૂટ જેટલું ખૂંપી ગયું હતું. આ ઘટનાને પગલે ટ્રકને મોટું નુકસાન થયું હતું અને વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. સિમેન્ટની બોરીઓ અન્ય ટ્રકમાં ખસેડી ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવી. રસ્તા પર ખોદકામ બાદ યોગ્ય પેચવર્ક ન થતાં આ સમસ્યા સર્જાઈ હોવાનું મનાય છે, જે તંત્રની ગુણવત્તા પર પ્રશ્નાર્થ સર્જે છે.