આગ્રા કેન્ટ-ગાંધીગ્રામ એક્સપ્રેસમાં પાણી નહીં
આગ્રા કેન્ટ-ગાંધીગ્રામ એક્સપ્રેસમાં પાણી નહીં
Published on: 26th September, 2026

આગ્રા કેન્ટથી ગાંધીગ્રામ સુપરફાસ્ટ એક્સપ્રેસ (12547) ટ્રેનમાં 25/26 સપ્ટેમ્બરની મુસાફરી દરમિયાન અનેક કોચમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી. સવારના સમયે દૈનિક જરૂરિયાત માટે પાણી ઉપલબ્ધ ન હોવાથી મુસાફરોને ભારે હાલાકી પડી હતી. B-4 સહિત અનેક કોચના નળમાં પાણી ન આવતાં શૌચાલય સહિતના કાર્યોમાં મુશ્કેલી પડી હતી. મુસાફરોના જણાવ્યા મુજબ, ઉત્તર ભારતથી આવતી ટ્રેનોમાં આ સમસ્યા અવારનવાર જોવા મળે છે, જ્યાં કોચ મેન્ટેનન્સ અને સર્વિસિંગ વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.