અમદાવાદના ઓઢવમાં કારખાનામાં દુર્ઘટના
અમદાવાદના ઓઢવમાં કારખાનામાં દુર્ઘટના
Published on: 26th September, 2026

અમદાવાદના ઓઢવ વિજય એસ્ટેટમાં આવેલ એક કારખાનામાં શુક્રવારે દુર્ઘટના બની, જ્યાં લિફ્ટ માથા અને ચહેરાના ભાગે વાગતાં 42 વર્ષીય શ્રમિક મહિલાનું મોત થયું. ગંભીર રીતે ઘવાયેલા મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. બનાવ સંદર્ભે ઓઢવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતક પ્રદિપ પાલની પત્ની સીમાદેવી પાલ છેલ્લા ચારેક વર્ષથી કારખાનામાં નોકરી કરતા હતા.