ડેટિંગ એપ Bumble પર મિત્રતા ગાંધીનગરની મહિલાને મોંઘી પડી
ડેટિંગ એપ Bumble પર મિત્રતા ગાંધીનગરની મહિલાને મોંઘી પડી
Published on: 26th September, 2026

ગાંધીનગરની એક મહિલા Bumble એપ પર એક વ્યક્તિના સંપર્કમાં આવી, જેણે પોતાને ડૉક્ટર અને નેધરલેન્ડમાં રહેતો હોવાનું જણાવ્યું. મિત્રતા કેળવ્યા બાદ, તેણે કસ્ટમ્સ ક્લિયરન્સના નામે મહિલા પાસેથી ₹5.28 લાખ પડાવી લીધા. શરૂઆતમાં, ડૉક્ટરના નાણાકીય પ્રશ્નો કહીને રકમ પડાવી, પછી કસ્ટમ્સ અધિકારી બનીને વધુ પૈસા માંગ્યા. આખરે, સાયબર ફ્રોડનો ભોગ બન્યાનું સમજ્યા બાદ મહિલાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.