અમદાવાદમાં ફેક્ટરી માલિકના ટ્રાફિક મેમોના ફેક મેસેજથી અઢી લાખની છેતરપિંડી
અમદાવાદમાં ફેક્ટરી માલિકના ટ્રાફિક મેમોના ફેક મેસેજથી અઢી લાખની છેતરપિંડી
Published on: 16th September, 2026

અમદાવાદમાં સાયબર ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે. થલતેજમાં રહેતા એક કેમિકલ ફેક્ટરી માલિકને ટ્રાફિક મેમોનો ફેક મેસેજ મળ્યો હતો. તે મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરતાં એક ફેક એપ ડાઉનલોડ થઈ અને મોબાઇલ હેક થયો. આ એપને બધી પરમિશન આપ્યા બાદ હેકરે તેમના ખાતામાંથી કુલ 2.36 લાખ રૂપિયા 10 ટ્રાન્ઝેક્શન દ્વારા ઉપાડી લીધા. આ ઘટના બાદ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.