જામનગરના રામેશ્વર નગરમાં ઘર પાસે પાર્ક કરેલું એક્ટિવા ચોરાયું
જામનગરના રામેશ્વર નગરમાં ઘર પાસે પાર્ક કરેલું એક્ટિવા ચોરાયું
Published on: 16th September, 2026

જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલું ₹30,000 કિંમતનું હોન્ડા એક્ટિવા ચોરાઈ જવાના મામલે સીટી-બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ભગવાનજીભાઈ મુરુભાઈ મંડોરાએ જણાવ્યું કે 16 ઓગસ્ટની રાત્રે 11:30 થી 17 ઓગસ્ટની સવારે 6 વાગ્યાની વચ્ચે તેમનું સિલ્વર કલરનું હોન્ડા એક્ટિવા (GJ.10.DF.2407) ચોરાયું. આ અંગે 15 સપ્ટેમ્બરે IPC કલમ 303(2) હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.