રોહિત ગોદારા ગેંગનો સાગરીત દિલ્હીથી ઝડપાયો
રોહિત ગોદારા ગેંગનો સાગરીત દિલ્હીથી ઝડપાયો
Published on: 14th September, 2026

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને ન્યુ દિલ્હી સ્પેશિયલ સેલની સંયુક્ત ટીમે કુખ્યાત રોહિત ગોદારા ગેંગના એક સક્રિય સાગરીતને દિલ્હી ખાતેથી ઝડપી પાડયો છે. પકડાયેલા આરોપી પાસેથી રૃ. ૪ કરોડની કિંમતનો ૨.૦૭૫ કિલોગ્રામ Heroin અને એક કાર કબજે કરવામાં આવી છે. વડોદરાના કેમિકલ વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી રૃ. ૧૦ કરોડની ખંડણી માંગવાના ગુનામાં આ કાર્યવાહી થઈ છે. દિલ્હીના ચાંદની ચોક ખાતે ખંડણીની રકમ લેવા આવેલા આરોપી કુલદીપ ગણેશદાસ સ્વામીને દબોચી લેવામાં આવ્યો છે. તેની સામે Heroin મળતા દિલ્હી સ્પેશ્યલ સેલ ખાતે ગુનો નોંધાયો છે.