સૌની યોજનાના વોટર સંપના ગોડાઉનનો દારૂ કટિંગ માટે ઉપયોગ
સૌની યોજનાના વોટર સંપના ગોડાઉનનો દારૂ કટિંગ માટે ઉપયોગ
Published on: 14th September, 2026

બાબરા તાલુકાના ખંભાળા ગામે સૌની યોજનાના વોટર સંપના ગોડાઉનનો અંગ્રેજી દારૂના કટિંગ માટે ઉપયોગ થતો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરાયેલા દરોડામાં ૮.૪૪ લાખની ૩૦૧૩ બોટલો, હેરફેરમાં વપરાતા વાહનો સહિત કુલ ૧૯.૫૧ લાખનો મુદ્દામાલ કબજે કરાયો. બે શખ્સોની અટક અને ત્રણ વોન્ટેડ છે. પુરાવાનો નાશ કરવા માટે બોટલો પરના બેચ નંબર-સ્ટીકર તોડી નાખાયા હતા, અને CCTV DVR કબજે કરાયું છે.