એમ.એસ.યુનિવર્સિટીમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાશે
એમ.એસ.યુનિવર્સિટીમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાશે
Published on: 15th September, 2026

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના ૭૫મા પદવીદાન સમારોહ પહેલા સત્તાધીશોએ મહત્વપૂર્ણ નિર્ણય બદલ્યો છે. હવે આર્ટસ, કોમર્સ અને સાયન્સના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પણ ગોલ્ડ મેડલ અપાશે, જેઓ ચોથા વર્ષમાં અભ્યાસ કરવા માંગતા નથી. અગાઉ આ મેડલ ચોથા વર્ષના વિદ્યાર્થીઓ માટે આરક્ષિત કરવાનો નિર્ણય હતો. આ સાથે, ભાવ વધારાને કારણે ૨૫ વર્ષથી જૂના ગોલ્ડ મેડલ બંધ કરવામાં આવશે. મેડલ બનાવવાનો ખર્ચ વધી ગયો છે. ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓનું સન્માન સમારોહના દિવસે જ યોજાશે.