જામનગરના રણજીતસાગર રોડ પર દબાણ હટાવતાં વેપારીઓની વીજળી હડતાળ
જામનગરના રણજીતસાગર રોડ પર દબાણ હટાવતાં વેપારીઓની વીજળી હડતાળ
Published on: 26th September, 2026

જામનગરના રણજીતસાગર રોડ પર કેનાલ અને રોડની બંને બાજુ થયેલા દબાણો સામે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ કાર્યવાહી શરૂ કરતાં વેપારીઓમાં રોષ ફેલાયો હતો. મનપાની ટીમે 8 રેંકડી સહિત દુકાનો બહારની સામગ્રી જપ્ત કરી, ત્રણ દુકાનોના ઓટલા તોડી પાડ્યા. કાર્યવાહી દરમિયાન વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી વીજળી હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો. ફરિયાદોના પગલે ડે. કમિશનરની સૂચનાથી દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં રેફ્રિજરેટર, ચુલા, તાવડા જેવી સામગ્રી કબજે કરાઈ. દુકાનોને નુકસાન થવાનો આરોપ લગાવી વેપારીઓએ હડતાળ કરી, ત્યારબાદ મનપાએ બે દિવસ કામગીરી રોકી.