ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી: જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે 10.86 લાખ મતદારો
ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી: જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે 10.86 લાખ મતદારો
Published on: 26th April, 2026

ભરૂચમાં જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની ચૂંટણી માટે 10.86 લાખ મતદારો આજે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 110, તાલુકા પંચાયતની 182 બેઠકો માટે 495 ઉમેદવારો અને નગરપાલિકાની 132 બેઠકો માટે 345 ઉમેદવારો ચૂંટણી લડશે. સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.