ગરમીથી બચવા મતદારો સવારથી જ મતદાન કેન્દ્રો પર, ઉત્સાહભેર મતદાન.
ગરમીથી બચવા મતદારો સવારથી જ મતદાન કેન્દ્રો પર, ઉત્સાહભેર મતદાન.
Published on: 26th April, 2026

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આકરી ગરમીની આગાહી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાપમાન વધે તે પહેલાં વહેલી સવારથી જ લોકો મતદાન મથકો પર ઉમટી પડ્યા છે. ચૂંટણી પંચ દ્વારા 'હીટ-સેફ' વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ઠંડા પાણી, ORS અને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.