ભાવનગરમાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ.
ભાવનગરમાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ.
Published on: 26th April, 2026

ભાવનગર જિલ્લામાં મહાનગરપાલિકાની 52, જિલ્લા પંચાયતની 40, તાલુકા પંચાયતની 206 બેઠકો અને મહુવા, પાલિતાણા, વલ્લભીપુર નગરપાલિકાની 78 બેઠકો માટે શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો. 1984 મતદાન મથકો પર 10,742 પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. 4400 B.U. અને 3735 C.U. નો ઉપયોગ થશે. 4,58,376 મહાનગરપાલિકાના, 1,32,499 નગરપાલિકાના અને 11,40,384 જિલ્લા/તાલુકા પંચાયતના મતદારો મતદાન કરશે. ઉનાળાને ધ્યાનમાં રાખી પીવાના પાણી અને છાયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગ માટે વ્હીલચેરની વ્યવસ્થા છે.