આછોદમાં મંજૂરી સિવાય માટી ખોદી, કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ
આછોદમાં મંજૂરી સિવાય માટી ખોદી, કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ
Published on: 07th May, 2026

આમોદ તાલુકાના આછોદ ગામમાં ખાડી ખોદકામની મંજૂરીનો દુરુપયોગ કરી કોન્ટ્રાક્ટરે ગૌચર અને આદિવાસી જમીનોમાં બેફામ માટી ખનન કર્યું. સિંચાઈ વિભાગના અધિકારીઓએ કામ બંધ કરાવવાની સૂચના આપી તેમ છતાં કોન્ટ્રાક્ટર માન્યો નથી. માટીનો ઉપયોગ રેલવેના કામમાં કરાયો હતો. સરપંચ પતિની ફરિયાદ બાદ તપાસની ખાતરી અપાઈ.