સાયલાના વેલનાથ આશ્રમ મહંત પર તલવાર વડે જીવલેણ હુમલો
સાયલાના વેલનાથ આશ્રમ મહંત પર તલવાર વડે જીવલેણ હુમલો
Published on: 13th July, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં વેલનાથ આશ્રમના મહંત બળદેવગિરી પર અજાણ્યા શખ્સે તલવાર વડે જીવલેણ હુમલો કર્યો છે. આ હિંસક હુમલામાં મહંતને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમને પ્રથમ સાયલા અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર પંથકના સાધુ-સંતો અને સેવક સમુદાયમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે હુમલાખોરને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે, પરંતુ હુમલાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.