રાજકોટમાં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ, ઘટનાના પગલે નાસભાગ મચી
રાજકોટમાં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ, ઘટનાના પગલે નાસભાગ મચી
Published on: 26th April, 2026

રાજકોટના પોશ વિસ્તાર ગણાતા કાલાવડ રોડ પર આવેલા ફનબ્લાસ્ટ ગેમઝોનમાં આજે(26 એપ્રિલ) અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આજે રવિવાર હોવાથી અને વેકેશનનો સમય હોવાને કારણે ગેમઝોનમાં મોટી સંખ્યામાં બાળકો અને પરિવારો મનોરંજન માટે ઉમટી પડ્યા હતા. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આગ લાગતાની સાથે જ અંદર રહેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને જીવ બચાવવા માટે લોકો બહાર તરફ દોડ્યા હતા.