અરજદારો હેરાન:અધિકારીઓ ડીડીઓના વિદાય સમારોહમાં વ્યસ્ત
અરજદારો હેરાન:અધિકારીઓ ડીડીઓના વિદાય સમારોહમાં વ્યસ્ત
Published on: 16th May, 2026

જૂનાગઢના ડિડીઓ એચ.પી. પટેલની હિંમતનગર ડીડીઓ તરીકે બદલી થતા શુક્રવારે વિદાય સમારોહ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ. જેના કારણે જિલ્લાપંચાયત કચેરીના અધિકારીઓ આ કાર્યક્રમમાં ગયા હતા. જેથી બપોરના 12 કલાકે આખી કચેરીઓમાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ ગાયબ જોવા મળ્યા હતા. જેથી દુર-દૂરથી આવેલા અરજદારોને મુશ્કેલી પડી હતી. ઘણાના કામ ન થવાથી ધક્કો થયો હતો. કાર્યક્રમ સાંજના સમયે રાખ્યો હોત તો અરજદારને મુશ્કેલી ન પડત. આમ, અધિકારીઓએ અરજદારને ભૂલીને કાર્યક્રમને અગ્રતા આપી કચેરીએથી વિદાય સમારોહ કાર્યક્રમમાં દોડી ગયા હતા.