વડોદરા 'આપ' પ્રમુખ અશોક ઓઝા સામે દુષ્કર્મ અને શારીરિક શોષણનો આરોપ
વડોદરા 'આપ' પ્રમુખ અશોક ઓઝા સામે દુષ્કર્મ અને શારીરિક શોષણનો આરોપ
Published on: 01st June, 2026

વડોદરામાં આમ આદમી પાર્ટી (AAP) ના પ્રમુખ અશોક ઓઝા પર એક મહિલાએ નોકરી અપાવવાની લાલચ આપી, દારૂ પીવડાવી દુષ્કર્મ ગુજાર્યાનો અને શારીરિક શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે. મહિલાની ફરિયાદ અનુસાર, ઓઝા સતત તેનું શોષણ કરતા હતા. બીજી તરફ, અશોક ઓઝાએ પણ મહિલા સામે ધમકી આપી મોટી રકમ પડાવવાનો પ્રયાસ કરવાનો વળતો આરોપ લગાવ્યો છે. પોલીસ આ મામલે બંને પક્ષોની ફરિયાદ નોંધી ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેના પગલે રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે.