નર્મદા લાઈન નુકસાન: અમદાવાદના 5 ઝોનમાં 10 દિવસ પાણીકાપ.
નર્મદા લાઈન નુકસાન: અમદાવાદના 5 ઝોનમાં 10 દિવસ પાણીકાપ.
Published on: 07th May, 2026

અમદાવાદ શહેરમાં નર્મદાની મુખ્ય લાઈનમાં નુકસાન થતાં રિપેરિંગ કામગીરી હાથ ધરાશે. આ કારણે પશ્ચિમ, મધ્ય, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં આગામી 10 દિવસ સુધી પાણી પુરવઠો પ્રભાવિત રહેશે. કોતરપુર વોટર વર્ક્સમાં પાણી ઓછું હોવાથી દબાણ ઘટશે, જેનાથી નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરાઈ છે.