સુરતમાં ડેન્ગ્યુ રિપોર્ટમાં ગરબડ?
સુરતમાં ડેન્ગ્યુ રિપોર્ટમાં ગરબડ?
Published on: 10th September, 2026

સુરતમાં ડેન્ગ્યુના નામે દર્દીઓના ખિસ્સા ખંખેરાતા હોવાની આશંકા છે. ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુ પોઝિટિવ જાહેર કરાયેલા દર્દીઓ પાલિકાની લેબમાં નેગેટિવ નીકળી રહ્યા છે. 17માંથી 11 દર્દીઓના રિપોર્ટમાં આ વિસંગતતા સામે આવી છે. આનાથી ખાનગી રિપોર્ટ અને સારવારની વિશ્વસનીયતા પર સવાલ ઉઠી રહ્યા છે. દર્દીઓ પર આર્થિક બોજ વધવાની સાથે આરોગ્ય સાથે પણ ચેડાં થઈ રહ્યા છે. આ ગંભીર મામલે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે.