કિચનમાં દેખાતા નાના જીવજંતુઓ કરી શકે છે ગંભીર બીમાર!
કિચનમાં દેખાતા નાના જીવજંતુઓ કરી શકે છે ગંભીર બીમાર!
Published on: 31st August, 2026

FSSAI એ કિચનમાં દેખાતા વંદા, માખીઓ અને અન્ય જીવજંતુઓ વિશે ગંભીર ચેતવણી આપી છે. આ નાના જીવો માત્ર ગંદકી જ નથી ફેલાવતા, પરંતુ ડાયરિયા, ટાઈફોઈડ અને મરડો જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. તેઓ ગંદી જગ્યાઓએ ઉછરી, પોતાના શરીર પર રોગ પેદા કરતા સૂક્ષ્મજીવોને ખોરાક, વાસણો અને સપાટીઓ પર ફેલાવી શકે છે. FSSAI સૂચવે છે કે આ દૂષિત ખોરાકથી પેટના ગંભીર ચેપ લાગી શકે છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે વધુ જોખમી છે.