સવગઢમાં જર્જરિત પીવાના પાણીની બે ટાંકીઓ, ગ્રામજનો ભય હેઠળ જીવે છે.
સવગઢમાં જર્જરિત પીવાના પાણીની બે ટાંકીઓ, ગ્રામજનો ભય હેઠળ જીવે છે.
Published on: 29th August, 2026

હિંમતનગર નજીક આવેલા સવગઢ ગામમાં દાયકાઓ જૂની પીવાના પાણીની બે ઓવરહેડ ટાંકીઓ અત્યંત બિસમાર અને જર્જરિત હાલતમાં છે. આ ટાંકીઓ ક્યારે પણ ધરાશાયી થઈ શકે છે, જેના કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભયનો માહોલ છે. જાળવણીના અભાવે ટાંકીઓના પિલર, સ્લેબ અને દિવાલોમાંથી સિમેન્ટના પોપડા પડી રહ્યા છે અને લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે. ગ્રામજનો ગ્રામ પંચાયતમાં રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં રોષે ભરાયા છે.