ગાયના છાણમાંથી કાપડની પેટન્ટ
ગાયના છાણમાંથી કાપડની પેટન્ટ
Published on: 01st June, 2026

વડોદરા શહેરમાં ગાયના છાણમાંથી બાયોડિગ્રેડેબલ અને ટેક્સટાઇલ-ગ્રેડ કાપડ બનાવવાની અનોખી ટેક્નોલોજી વિકસાવીને ગોબરશાળા દ્વારા પેટન્ટ હાંસલ કરવામાં આવી છે. અત્યાર સુધી માત્ર ખાતર ગણાતા છાણમાંથી હવે ફેશન અને હોમ ડેકોરની પ્રીમિયમ પ્રોડક્ટ્સ તૈયાર થઈ રહી છે. ગાયના છાણમાંથી બનતું આ કાપડ નેચરલ એન્ટિ-માઇક્રોબાયલ, એન્ટિ-એલર્જિક અને હીટ રેઝિસ્ટન્ટ જેવા સ્વાસ્થ્યવર્ધક ગુણો ધરાવે છે. આ ઉપરાંત છાણમાંથી સંપૂર્ણ ઓર્ગેનિક અને વૈદિક પદ્ધતિથી ઈંટો, પ્લાસ્ટર, પુટ્ટી, પેઈન્ટ જેવા બિલ્ડિંગ મટિરિયલ્સ પણ બનાવવામાં આવે છે, જેમાં પાણીનો વપરાશ શૂન્ય થાય છે.