સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વિકાસ કામોની સમીક્ષા
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વિકાસ કામોની સમીક્ષા
Published on: 01st August, 2026

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં વિવિધ વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ. હવામહેલ ડેવલપમેન્ટ, રિવરફ્રન્ટ, ધોળીપોળ ગેટને હેરિટેજ પ્લેસ તરીકે વિકસાવવાની યોજના, બાગ-બગીચા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પાણી-ગટર વ્યવસ્થા અને રોડ-રસ્તાના કામોની પ્રગતિ જાણવામાં આવી. વિકાસકામો ગુણવત્તાસભર અને સમયસર પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન અને કડક સૂચનાઓ આપવામાં આવી. બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને વિવિધ કમિટીના ચેરમેન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.