જામનગરમાં પર્યુષણ પર્વનો આરંભ
જામનગરમાં પર્યુષણ પર્વનો આરંભ
Published on: 08th September, 2026

જૈન સમાજના પવિત્ર પર્યુષણ પર્વનો જામનગર શહેરમાં ધાર્મિક માહોલ વચ્ચે આજથી પ્રારંભ થયો છે. શહેરના વિવિધ જિનાલયોમાં વિશેષ શણગાર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યા છે. આઠ દિવસ દરમિયાન ભગવાનની આંગી, પૂજા, ધાર્મિક પ્રવચનો, પ્રતિક્રમણ અને પૌષધ જેવા કાર્યક્રમો યોજાશે. શ્રાવક-શ્રાવિકાઓ ઉપવાસ, એકાસણાં અને તપશ્ચર્યા કરશે. આ પર્વ આત્મશુદ્ધિ, સંયમ, તપ અને ક્ષમાભાવનાનું મહત્વ ધરાવે છે. મહાવીર જન્મકલ્યાણક અને સંવત્સરી પર્વની પણ ઉજવણી થશે.