હરિદ્વારમાં પાટણના શ્રીમદ ભાગવત મહોત્સવનો શુભારંભ, નીકળી ભવ્ય પોથીયાત્રા
હરિદ્વારમાં પાટણના શ્રીમદ ભાગવત મહોત્સવનો શુભારંભ, નીકળી ભવ્ય પોથીયાત્રા
Published on: 29th May, 2026

હરિદ્વાર તીર્થ ખાતે પાટણના શ્રી શ્રીહરિ સેવા પરિવાર દ્વારા 18મા શ્રીમદ ભાગવત મહોત્સવનો મંગલ પ્રારંભ થયો છે. અધિક માસમાં સામાન્ય માણસ પણ તીર્થયાત્રા સાથે કથા શ્રવણ કરી શકે તેવા ઉદ્દેશ્યથી આ આયોજન કરાયું છે. મહોત્સવના પ્રારંભ પૂર્વે હરિદ્વારના રાજમાર્ગો પર ભવ્ય પોથીયાત્રા નીકળી હતી, જેમાં પાટણના ભાગવતીઓના ભક્તિનાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભાગવતાચાર્ય શાસ્ત્રી દિલીપભાઈ આચાર્ય કથાનું રસપાન કરાવી રહ્યા છે, જે કથા શ્રવણથી ભગવાનની અનુભૂતિ અને મોક્ષ પ્રાપ્તિ સુલભ હોવાનું જણાવી રહ્યા છે.